Ethiopia માં ભયંકર નરસંહાર, બંદૂકધારીઓએ ઊંઘતા લોકો પર ગોળીઓ વરસાવી, 100થી વધુ લોકોના મૃત્યુ
ઈથોપિયા (Ethiopia) ના તીગરય વિસ્તારમાં તણાવ વધ્યા બાદ બંદૂકધારીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી નાખી છે. મેતેકેલ ઝોના પશ્ચિમ બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહાર અંગે જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યું કે દેશના પશ્ચિમ ભાગમાં બુધવારે થયેલા આ નરસંહારમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
નૈરોબી: ઈથોપિયા (Ethiopia) ના તીગરય વિસ્તારમાં તણાવ વધ્યા બાદ બંદૂકધારીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી નાખી છે. મેતેકેલ ઝોના પશ્ચિમ બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહાર અંગે જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યું કે દેશના પશ્ચિમ ભાગમાં બુધવારે થયેલા આ નરસંહારમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું
બુધવારે વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામ પર હુમલો કર્યો અને લોકોને પર આડેધડ ફાયરિંગ કર્યું. અનેક લોકોએ ગામથી ભાગી જઈને પોતાના જીવ બચાવ્યા. અહીં અલગ અલગ જાતિના લોકો રહે છે. જ્યારે આ હુમલો થયો ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. આ હુમલો એવા સમયે થયો કે જ્યારે એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી આબી અહેમદે વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલમાં જ હુમલા અંગે દોષિતોને સજા આપવાની વાત કરી હતી.
ઈથોપિયામાં નસ્લીય હિંસા આબી માટે મોટો પડકાર છે કારણ કે તેઓ 80થી વધુ જાતીય સમૂહોવાળા દેશમાં એક્તા વધારવાની વાતો કરે છે. પ્રધાનમંત્રી આબી અહેમદ વારંવાર એ ભરોસો અપાવે છે કે ઈથોપિયા ગૃહ યુદ્ધ તરફ જઈ રહ્યું નથી. દેશના સૌથી ઓછી ઉંમરના નેતા 44 વર્ષના આબી અહેમદ લોકતાંત્રિક સુધારાઓની વાતો કરે છે, તેમને ગત વર્ષે Nobel Peace Prize પણ મળી ચૂક્યો છે.
માનવાધિકાર આયોગના જણાવ્યાં મુજબ એવી આશંકા છે કે હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 200 સુધી હોઈ શકે છે. ગુમુઝ સમુદાયના લોકોએ અમહારા, ઓરોમો અને શિનાસા જાતિના લોકો પર હુમલો કર્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube